(એ.આર.એલ),મુંબઇ,તા.4
ગુજરાત ફાર્મસી કાઉન્સિલ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવી આપવાના નામે ભ્રષ્ટાચાર ને પ્રોત્સાહિત કરવા ની પ્રવૃતિ થી વિદ્યાર્થીઓનું ભાવિ ડામાડોળ બની ગયું છે. મોન્ટુ ભાઈ પટેલ કાઉન્સિલ ના પ્રમુખ અને રજીસ્ટાર જશું ભાઈ ચોધરી પણ છેલ્લા કેટલાય સમયથી પડતર પ્રશ્નો અંગે ઉદાસીન વલણ અપનાવી ને આર્થિક ગેર કાયદેસર ફાયદો મેળવવા માટેની પ્રેરવી સામે આવી છે. ગૂજરાત હાઇકોર્ટ દ્વારા કેસ નો ઓર્ડર ની અવગણના કરી ને આપ ખુદ શાહી થી વિદ્યાર્થીઓના પરિવાર સાથે આશરે ત્રણસો થી વધુ પરિવારો ની રોજગારી સહીત અનેક તકો થી દુર કરવા માટે પ્રેરવિ કરી હોવાના આક્ષેપો ઉપસ્થીત વિદ્યાર્થીઓ, અને વાલીઓ દ્વારા કરવામાં આવેલા છે.
સનરાઈઝ કોલેજ ઓફ ફાર્મેસી,અલવર,રાજસ્થાન, પેસીફીક કોલેજ ઓફ ફાર્મેસી તથા પેસીફીક ઇન્સ્ટીટ્યુટ ઓફ ફાર્મેસી, ઉદેપુર રાજસ્થાન માંથી ડિપ્લોમા ઇન ફાર્મેસી (D. Pharm) કરેલ લગભગ 5૦ જેટલા વિધ્યાર્થીઓ જેમનું ગુજરાત સ્ટેટ ફાર્મેસી કાઉનશીલ (GSPC) ફાર્માશિસ્ટ તરીકેનું રજીસ્ટ્રેસન નથી કરી રહી, તેમાના 30 – 40 વિધ્યાર્થીઓ એકત્ર થયા હતા અને એ વિધ્યાર્થીઓ આજે ફરી રજીસ્ટ્રેસન કરવા બાબતે નિવેદન પત્ર આપ્યો હતો અને ગુજરાત સ્ટેટ ફાર્મેસી કાઉનશીલ (GSPC)ની કચેરી નીચે પ્રમુખ મોન્ટુ પટેલ અને રજીસ્ટ્રાર જાસુભાઈ ચોધારીના વિરુદ્ધ માં સૂત્રોચાર સાથે દેખાવો કર્યા હતા જેમનો સાથ વિધ્યાર્થી હિત રક્ષક સમિતિ એ આપ્યો હતો .
ઉપરોક્ત આંદોલન કરેલ વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮ લઈ અત્યાર સુધી માં લગભગ ૩૦૦ જેટલા વિધ્યાર્થીઓ સનરાઈઝ કોલેજ ઓફ ફાર્મેસી,અલવર,રાજસ્થાન, પેસીફીક કોલેજ ઓફ ફાર્મેસી તથા પેસીફીક ઇન્સ્ટીટ્યુટ ઓફ ફાર્મેસી, ઉદેપુર રાજસ્થાન માંથી ડિપ્લોમા ઇન ફાર્મેસી (D. Pharm) કરેલ છે. જેમનું ગુજરાત સ્ટેટ ફાર્મેસી કાઉનશીલ (GSPC) ફાર્માશિસ્ટ તરીકેનું રજીસ્ટ્રેસન નથી કરી રહી. આ વિધ્યાર્થીઓ એ ગુજરાત સ્ટેટ ફાર્મેસી કાઉનશીલ (GSPC) માં ફાર્માશિસ્ટ તરીકેનું રજીસ્ટ્રેસન કરવવા બધાજ પ્રમાણ પત્રો અભ્યાસ કર્યાના અને ટ્રેનીંગ કર્યાના પુરાવા સાથે અરજી કરેલ છે. આ ઉપરાંત ગુજરાત સ્ટેટ ફાર્મેસી કાઉનશીલ (GSPC) માં થી અમારા બધાજ પ્રમાણ પત્રો અભ્યાસ કર્યાના અને ટ્રેનીંગ કર્યાના પુરાવાના વેરિફિકેશન પણ થઈ ગયેલ છે,આ સમય ગાળા દરમ્યાન ગુજરાત સ્ટેટ ફાર્મેસી કાઉનશીલના પ્રમુખ દ્વારા એક રજીસ્ટ્રેશન પેટે રૂપિયા એક લાખની માગણી કરેલ હતી. પરંતુ અમો પી.સી. આઈ. માન્યતા પ્રાપ્ત કોલેજ માથી સાચી રીતે અભ્યાસ કરેલ હતો તેથી અમોએ પૈસા આપવાનીના પાડી. જે થી અમને લોકો ને હેરાન કરવા માટે ગુજરાત સ્ટેટ ફાર્મેસી કાઉનશીલ (GSPC) એ પેસીફીક કોલેજ ઓફ ફાર્મેસી તથા પેસીફીક ઇન્સ્ટીટ્યુટ ઓફ ફાર્મેસી, ઉદેપુર રાજસ્થાન પર C.I.D માં કેસ પણ કર્યો હતો અને તપાસ પછી C.I.D દ્વારા અરજી ફાઈલે કરેલ છે અને કોલેજને ક્લીન ચીટ આપેલ છે. જેની નકલ આ સાથે બિડેલ છે. આ ઉપરાંત ગુજરાત સ્ટેટ ફાર્મેસી કાઉનશીલ (GSPC) એ અમારા લોકો નું ફાર્માશિસ્ટ તરીકેનું રજીસ્ટ્રેસન કરેલ નથી. આ ઉપરાંત ન્યાયની અપેક્ષાએ અમારામાના ઘણા વિધ્યાર્થીઓ નામદાર હાઈકોર્ટ માં ગયેલ હતા. જેમાં બે મહિના પહેલા નામદાર હાઈકોર્ટે પણ વિધ્યાર્થીઓના વહેલી તકે રજીસ્ટ્રેશન કરવા ગુજરાત સ્ટેટ ફાર્મેસી કાઉનશીલ (GSPC)ને આદેશ આપેલ છે. પરંતુ ગુજરાત સ્ટેટ ફાર્મેસી કાઉનશીલ (GSPC)ના પ્રમુખ અને રજીસ્ટ્રાર કાયદાથી પર જઈ ભ્રસ્ટાચાર કરવા અમારુ રજીસ્ટ્રેશન કરતાં નથી. આ બાબતે અમો રજીસ્ટ્રાર પાસે ઘણી વાર રજૂઆત લઈને ગયેલ પરંતુ તે કોઈ પણ જવાબ આપતા નથી. તેઓ દ્વારા અમને કહેવામા આવે છે કે તમારા વિસ્તારના મંત્રી પાસે પ્રમુખને ફોન કરવો. વધુમાં ગુજરાત સ્ટેટ ફાર્મેસી કાઉનશીલ (GSPC)ના રજીસ્ટ્રાર ને ખ્યાલ છે કે પ્રમુખ આ બાબતે ખોટા છે અને તેમની પાસે કોઈ જવાબ ના હોવા થી છેલ્લા એક મહિના થી ગુજરાત સ્ટેટ ફાર્મેસી કાઉનશીલ (GSPC)ના રજીસ્ટ્રાર તેમનો ફોન બંધ કરી ભૂગર્ભ માં સંતાઈ ગયા છે.
તો આ વિધ્યાર્થીઓ ને ન્યાય આપવા આપ સૌ મીડિયાઑને અમારી આ વિનંતી છે કે અમારો સાથ આપશો જેથી અમારા લોકોનું ગુજરાત સ્ટેટ ફાર્મેસી કાઉનશીલ (GSPC) માં ફાર્માશિસ્ટ તરીકેનું રજીસ્ટ્રેસન વહેલી તકે થાય.