(એ.આર.એલ),મુંબઇ,તા.૩
ગુજરાતી ફીચર ફિલ્મ ” જીજે ટુ એનજે ” ( ગુજરાત થી ન્યૂજર્સી ) શુક્રવાર તારીખ ૧૪ ઓકટોબરના રોજ ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે જેનું નિર્માણ ભવ્ય એન્ટરટેઇન્મેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવા માં આવ્યું છે. પ્રણવ પટેલ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મના નિર્માતા ફાલ્ગુન પટેલ, નાગેશ પાઠક અને તરલ દવે છે.
ફિલ્મ માં જીતેશ કેશવાલા, પંક્તિ પટેલ અને નિસર્ગ ત્રિવેદી મુખ્ય કલાકારની ભૂમિકા માં છે જ્યારે જીગ્નેશ મોદી, ખુશી આચાર્ય, સાક્ષી સિંહ, રવી મોકરિયા, ધ્રુવ જાેશી, હર્ષદ હડિયા સહ કલાકારની ભૂમિકા ભજવી રહ્યા છે.
ફિલ્મ ગુજરાત થી ન્યૂજર્સી આજના ગુજરાતી યુવાનને દેશમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર અને આરક્ષણને કારણે પૂરતી તકો ન મળવાથી પોતાના ઉજ્વળ ભવિષ્ય માટે વિદેશ ગમન કરવાની એકમાત્ર આકાંક્ષા અને એ માટેના ગુજરાતી યુવાનના સંઘર્ષને રૂપેરી પડદા પર સચોટ અને સુંદર રીતે પ્રસ્તુત કરે છે.
આ ફિલ્મના ગીતો “કાલી ઘેલી તારી વાતો” અને “એ ખુદા”ના સંગીતકાર અને ગાયક બંદિશ વાઝ છે. બંને ગીતો કણર્પ્રિય છે અને તમામ વર્ગના લોકોને ગમશે એવો દિગ્દર્શકને ભરોસો છે. ફિલ્મના નિર્માતા મુજબ આ ફિલ્મ એક હૃદય સ્પર્શી મહત્વાકાંક્ષી પ્રેમ કથા છે.