શું આરએનઆઇને મંત્રાલય દ્વારા મૌખિક આદેશ આપવામાં આવ્યો છે કે પ્રકાશકોને એટલા પરેશાન કરો કે તે આગળની કાર્યવાહી કરતા પહેલા જ ભાગી જાય…?
અમે જુલાઈ સુધીનો ડેટા DAVP સાથે શેર કર્યો છે અને હવે અમે આવતા વર્ષે મેમાં વધુ ડેટા શેર કરીશું..? -આરએનઆઈ અધિકારી
(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૨૭
આરએનઆઇ-રજીસ્ટ્રાર ઓફ ન્યુઝ પેપર ઓફ ઇન્ડિયા (આરએનઆઇ) કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ વિભાગનો ભાગ છે.આ વિભાગ સમાચાર પત્ર,પત્રિકાઓ અને સમાચાર જર્નલ્સને રજીસ્ટ્રર પ્રમાણ પત્ર જારી કરવાથી લઇ પ્રસાર સંખ્યા અને સમાચાર પત્રોના પ્રકાશનથી સંબંધિત વિવિધ વિષયોનું સમાધાન કરે છે.પરંતુ હાલમાં તેની કામગીરીને લઇને સવાલ ઉભા થઇ રહ્યાં છે.
એ યાદ રહે કે વર્ષ ૨૦૧૬માં માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા નવી મીડિયા પોલીસી જારી કરવામાં આવી હતી જેમાં અનેક રીતના પરિવર્તન કરવામાં આવ્યા હતાં (ન્યુઝ વેબસાઇટ ફેકસ્ટી અનુસાર ૨૮ મે ૨૦૧૫ સુધી આરએનઆઇમાં લગભગ એક લાખથી વધુ સમાચાર પત્રો અને પત્રિકાઓ રજીસ્ટ્રર હતી) આરએનઆઇના દિશા નિર્દેશ અનુસાર તમામ રજીસ્ટ્રર સમાચાર પત્રોને દર વર્ષે પોતાનો વાર્ષિક રિપોર્ટ આરએનઆઇમાં રજુ કરવાનો હોય છે પરંતુ રજીસ્ટ્રર સંખ્યાનું ખુબ મુશ્કેલથી ૩૦થી ૩૫ ટકા સુધી જ વાર્ષિક વિવરણ રજુ કરવામાં આવતું હતું આ સંખ્યાને વધારવા માટે આરએનઆઇ દ્વારા પૂર્વમાં અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતાં.કહેવાય છે કે આ સંબંધમાં દેશભરના તમામ જીલાધિકારીઓને પોતાના જીલ્લાથી પ્રકાશિત સમાચાર પત્ર અને પત્રિકાઓની સ્થિતિની બાબતમાં જાણકારી આપવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ કેટલી અને શું માહિતી મળી તેનું વિવરણ જાહેર ઉપલબ્ધ નથી ૧૫ ડિસેમ્બર ૨૦૧૭ની પીઆઇબીના એક સમાચાર અનુસાર નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭માં લગભગ ૩૧ હજાર પ્રકાશકોએ પોતાનું વાર્ષિક વિવરણ રજુ કર્યું જાે કે આજની સ્થિતિ અંગે કોઇ માહિતી ઉપલબ્ધ નથી
આ સ્થિતિને જાેતા એવા સવાલો ઉભા થઇ રહ્યાં છે કે આરએનઆઇને મંત્રાલય દ્વારા કદાચ એ મૌખિક આદેશ આપવામાં આવ્યો છે કે પ્રથમ તબક્કામાં જ પ્રકાશકોને એટલા પરેશાન કરવામાં આવે કે તેઓ આગળની કાર્યવાહી કરતા પહેલા ભાગી જાય આરએનઆઇની કાર્યશૈલી પહેલેથી જ ખરાબ રહી છે.૨૦૧૬ બાદ તે વઘુ ખરાબ થઇ ગઇ છે. બાકી હતું તેમ કોવિડ સમયગાળાએ પુરી કરી દીધી આજે આરએનઆઇની સ્થિતિ એ છે કે કેટલી અરજીઓ વિભાગમાં અધુરી પડી છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મે ૨૦૨૨ પહેલા સુદી પ્રકાશકોએ જે દસ્તાવેજ જમા કરાવ્યા હતાં તેના પર કાર્યવાહી ચાલી રહી છે.જયારે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ઓનલાઇન વાર્ષિક વિવરણ રજુ કરવા માટે આરએનઆઇ દ્વારા અંતિમ સમયસીમા ૩૧ જુલાઇ ૨૦૨૨ નક્કી કરવામાં આવી હતી પરંતુ ઓનલાઇન વિવરણ ભરવામાં થઇ રહેલી ટેકનીકી મુશ્કેલીઓ અને ગત વર્ષોની બાકીના વિવરણના દંડ વસુલવા માટે ૩૦ જુન ૨૦૨૨ના રોજ એક યાદી જારી કરતા આદેશ આપવામાં આવ્યો હતો કે આરએનઆઇના ગત વર્ષોના દંડ વસુલવાની સાથે વાર્ષિક વિવરણ ગમે ત્યારે પણ જમા કરાવી શકાય છે અને તેના માટે ઓનલાઇન વળતરની સુવિધા આપતા પોતાની વેબસાઇટમાં પરિવર્તન કરી દેવામાં આવ્યું
એ યાદ રહે કે રજીસ્ટ્રર સમાચાર પત્રોના પ્રકાશકોને આરએનઆઇમાં વાર્ષિક વિવરણ રજુ કર્યા બાદ સમાચાર પત્ર પ્રકાશક દર વર્ષે ડીએવીપીના દર નવીનીકરણ માટે અરજી કરવાની હોય છે.જે ઓનલાઇન અરજીની અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી છે. ડીએવીપીની વેબસાઇટ પર રજીસ્ટ્રર માટે આરએનઆઇનું ઇ ફાઇલિંગ નંબર નોંધાવાનો હોય છે. ડીએવીપીની યાદીમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે આરએનાઇનું વિવરણ રજુ કરવાના ૨૪ કલાક બાદ ડીએવીપીમાં વિવરણ ભરવામાં આવી રહ્યું છે પરંતુ હકીકત કંઇક અલગ જ છે અને ૩૧ જુલાઇ ૨૦૨૨ની અંતિમ તારીખ બાદ જે પ્રકાશકોએ આરએનઆઇમાં વાર્ષિક વિવરણ ભર્યું છે તેમનું ઇ ફાઇલિંગ નંબર ડીએવીપીની વેબસાઇટ પર અમાન્ય જાહેર કરવામાં આવી રહ્યું છે.
આ સંબંધમાં જયારે ડીએવીપીના ટેકનીકી વિભાગ(એનઆઇસી)માં સંપર્ક કરવામાં આવ્યો તો માહિતી મળી તે અનુસાર પ્રતિ વર્ષ આરએનઆઇ,સમાચાર પત્રોના વાર્ષિક વિવરણની માહિતી(ડેટા) ડીએવીપીની સાથે સંયુકત કરે છે.ત્યારબાદ ડીએવીપીમાં વિવરણ રજુ કરવામાં આવે છે અને પ્રકાશકોને મુશ્કેલી થાય નહીં પરંતુ આ વર્ષ આરએનઆઇએ ૩૧ જુલાઇ ૨૦૨૨ બાદ જે કોઇ પણ પ્રકાશકે આરએનઆઇમાં વાર્ષિક વિવરણ રજુ કર્યું છે તેના ડેટા ડીએવીપીને સંયુકત કર્યા નથી જેને કારણે તે તમામ પ્રકાશકોને ડીએવીપીમાં દર નવીનીકરણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સંબંધમાં આરએનઆઇના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુું હતું કે આરએનઆઇએ વાર્ષિક વિવરણ રજુ કરવાની મુદ્ત પોતાના માટે વધારી દીધી હતી ડીએવીપીને અમે જુલાઇ સુધી ડેટા સંયુકત કર્યા છે અને હવે આગળના ડેટા આગમી વર્ષ મેમાં સંયુકત કરીશું.આ સંબંધમાં ડીએવીપીના એક અધિકારીએ કહ્યું કે આરએનઆઇની માહિતી અનુસાર જ મંત્રાલયના અન્ય વિભાગ સમાચાર પત્રોની સ્થિતિથી માહિતગાર હોય છે અંતે આરએનઆઇની માહિતી કે ડેટા ફકત તેમના હોઇ શકે નહીં.વિભાગની આ કાર્યશૈલીથી એવી શંકા ઉભી થઇ છે કે જાણી જાેઇને આ સ્થિતિ ઉભી કરવામાં આવી રહી છે જેથી વધુમાં વધુ સમાચાર પત્રોને ડીએવીપીની અનુસુચીથી હટાવી શકાય