(એ.આર.એલ),ઉદયપુર,તા.૩૦
નારાયણ સેવા સંસ્થાનનો ૩૮માં મફત દિવ્યાંગ અને નિર્ધન યુવક યુવતી સમારોહ ધામધૂમથી સંપન્ન થયો હતો આ સમારોહમાં ગુજરાત અને દેશભરમાંથી આવેલી ૫૦ જાેડીઓએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પવિત્ર અગ્નિની સાક્ષીએ સાત વચન લઇ લગ્નગ્રંથીથી જાેડાઇ હતી ં આ સમારોહના મુખ્ય અતિથિ રાજયના ઉદ્યોગ અને દેવસ્થાન મંત્રી શુકન્તલા રાવતે વીડિયો સંદેશ દ્વારા નવ દંપત્તિઓને આરોગ્ય સમૃધ્ધિ અને સુખમય જીવનના આર્શીવાદ આપ્યા હતાં.
સંસ્થાનના અધ્યક્ષ પ્રશાંત અગ્રવાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજસ્થાન,ગુજરાત ઉતરપ્રદેશ બિહાર વગેરે રાજયોના દિવ્યાંગ અને નિર્ધન ૫૦ જાેડીઓ લગ્નગ્રંથી જાેડાઇ હતી આ જોડીઓમાંથી મોટાભાગની સંસ્થાનની હોસ્પિટલમાં જ દિવ્યાંગતા સુધારની મફત સર્જરી કરાવી હતી સંસ્થાન દ્વારા તેમને સ્વનિર્ભર અને પુર્નવાસની દ્ષ્ટિથી રોજગારીની તાલીમ આપવામાં આવી હતી આ જાેડીઓમાંથી કોઇ પગથી તો કોઇ હાથથી દિવ્યાંગ હતી
લગ્ન સમારોહમાં તમામ વરરાજાઓની તોરણની વિધિ કરવામાં આવી હતી અને ત્યારબાદ મંચ પર વર અને કન્યાએ એક બીજાને વરમાળા પહેરાવી હતી આ પ્રસંગે તમામ વર અને કન્યાઓ પર ગુલાબી રંગની પાંખડીઓની વર્ષા કરવામાં આવી હતી આ દરમિયાન સમગ્ર મંડપ પરિસરમાં હાજર મહેમાનોએ વર કન્યાને અભિનંદન પાઠચવ્યા હતાં ૫૦ વેદી કુંડો પર આચાર્યોએ મુખ્ય આચાર્યના નિર્દેશનમાં વૈદિક વિધિથી લગ્નવિધિ સંપન્ન કરાવી હતી આ સમારંભમાં સંસ્થાનના સહ સંસ્થાપક કમલાદેવી અગ્રવાલ,નિર્દેશક વંદના અગ્રવાલ ટ્રસ્ટી દેવેન્દ્ર ચૌબીસા જગદીશ આર્ય સંસ્થાનના સંયોજક મગિમ જૈન વગેરે હાજર રહ્યાં હતાં
સંસ્થાન તરફથી લગ્નગ્રંથીથી જાેડાયેલ તમામ જાેડીઓને વસ્ત્રો,આભૂષણ,ગૃહસ્થીની સામગ્રી ભેટમાં આપવામાં આવી હતી આ સમારોહને યાદગાર બનાવવા માટે તમામ જોડીઓને ભેટમાં એક છોડ અને એક ડસ્ટબીન આપવામાં આવ્યો હતો અને તેમને જણાવાયુ હતું કે પોતાના ધરની બહાર છોડને ઉછેરવામાં આવે અને ધરની આસપાસ સાફ સફાઇ કરવામાં આવે. સાંકેતિક રીતે પાંચ દિવ્યાંગ જાેડીઓથી સંસ્થાન પરિસરમાં પાંચ છોડ રોપવામાં આવ્યા હતાં.લગ્નવિધિ સંપન્ન થયા બાદ કન્યાઓ ડોલીમાં બેસી સાજનના ધરે જવા માટે મંડપની બહાર આવી ત્યારે તમામની આંખોમાંથી આસું આવી ગયા હતાં જાેડીઓએ અતિથિઓના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતાં
અતિથિઓનું સ્વાગત કરતા સંસ્થાપક ચેરમેન પદ્મશ્રી કૈલાશ માનવે કહ્યું હતું કે જે દિવ્યાંગ અને નિર્ધન પરિવારોનના યુવક યુવતીઓએ પોતાની ગરીબી અને દિવ્યાંગતાને કારણે કયારેય ગૃહસ્થીની કલ્પના કરી ન હતી પરંતુ સંસ્થાન દ્વારા તેમને હરસંભવ મદદ કરવામાં આવી હતી આજે તેઓ સમાજના સહયોગથી અન્ય લોકોની જેમ તમામ અને ભવ્યતાની સાથે લગ્નગ્રંથી જાેડાયા છે તેમની આ કલ્પના આજે પુરી કરવામાં આવી છે.
આ પ્રસંગે રાજસ્થાન સરકારના જન આરોગ્ય મંત્રી ડો મહેશ જાેશીએ સંદેશમાં કહ્યું હતું કે નર સેવા નારાયણ સેવાએ સમાજમાં એક ઉદાહરણ પુરૂ પાડયુ છે હું તમામ જાેડીઓને વૈવાહિક જીવન શરૂ કરવા પર ઉજજવલ ભવિષ્યની કામના કરૂ છે.