૫૧ જોડીઓ રાજસ્થાન, ગુજરાત, ઉત્તરપ્રદેશ બિહાર વગેરે રાજયોની છે.વિવાહ સમારોહને યાદગારબનાવવા માટે હાઇડ્રોલિક મંચ પર વર વધૂ પરસ્પર વરમાળા પહેરાવશે આ દરમિયાન તેમના પર પુષ્પ વર્ષા કરવામાં આવશે
(એ.આર.એલ),ઉદયપુર,તા.૨૫
ઉદયપુરમાં આગામી ૨૮-૨૯ ઓગષ્ટના રોજ નારાયણ સેવા સંસ્થાન દ્વારા દિવ્યાંગ અને નિર્ધન જાેડીઓનો ૩૮મો મફત સામૂહિક વિવાહ સમારોહ યોજવામાં આવ્યો છે.આ સમારોહમાં ૫૧ જાેડી ભાગ લેશે અને તેમની શહેરમાંથી ભવ્ય બિંદોલી (વરધોડો) કાઢવામાં આવશે.ગુજરાતમાંથી પણ યુવક યુવતી આ સમારોહમાં લગ્નના સાત ફરશે ૫૧ જોડીઓ વૈદિક મંત્રોચ્ચાર અને અગ્નિના સાથ ફેરા લઇ જન્મ જન્મના સાથી બનશે.આજે સમારોહનું પોસ્ટર પણ અહીં જારી કરવામાં આવ્યું હતું.
પ્રશાંત અગ્રવાલે જણાવ્યું હતું કે ૫૧ જોડીઓં રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ બિહાર વગેરે રાજયોની છે તેમણે કહ્યું હતું કે વિવાહ સમારોહ માટે એક પણ પૈસા લેવામાં આવશે નહીં અને નારાયણ સેવા સંસ્થાનમાં જ દિવ્યાંગતા સુધારાના મફત ઓપરેશન થયા છે અને તાલીમ પ્રાપ્ત કરી છે તેવા લગ્નગ્રંથીથી જોડાશે તેમણે કહ્યું કે તેમના માતા પિતાની સહમતીથી આ વિવાહ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.અગ્રવાલે કહ્યું હતું કે નારાયણ સેવા સંસ્થાન ગત ૨૨ વર્ષથી આવા સમારોહનું આયોજન કરે છે અને અત્યાર સુધી ૨૧૫૧ દિવ્યાંગ અને નિર્ધન યુવક યુવતીઓના વિવાહ કરાવવામાં આવ્યા છે.
સંસ્થાનના અધ્યક્ષ પ્રશાંત અગ્રવાલે જણાવ્યું હતું કે કોરોનાના લોકડાઉનના પ્રતિબંધથી મુકતી મળી ગઇ છે.આથી આ સામૂહિક વિવાહ સમારોહ રવિવારે સાંજે પાંચ વાગ્યાથી શરૂ થશે અને ૫૧ જોડીઓનો ભવ્ય વરઘોડો નગર નિગમથી નિકળશે અને સુરજપોલ, બાપુબજાર, દેહલીગેટથી ટાઉન થઇને નગર નિગમ પરત ફરશેઆ દરમિયાન ૫૧ જોડીઓ તેમની અલગ અલગ બગ્ગીઓમાં સવાર થઇ એક સાથે નિકળશે.
વિષ્ણુ શર્મા હિતૈષીએ જણાવ્યું હતું કે સમારોહમાં દેશભરથી લગભગ ૧૨૦૦ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે સંસ્થાન અને અતિથિઓ તરફથી પ્રત્યેક જોડી ભેટ આપવામાં આવશે જેમાં પંખો,સિલાઇ મશીન,ઝાઝર,બુટ્ટી અને ગૃહણીના ઉપયોગમાં આવતી તમામ સામગ્રીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સંસ્થાન દ્વારા તમામ જોડીને તેમના ધરેથી આવવા,રહેવા ભોજનની તમામ વ્યવસ્થાન સંસ્થાન દ્વારા કરવામાં આવશે આ ઉપરાંત વિવાહ સમારોહને યાદગાર બનાવવા માટે હાઇડ્રોલિક મંચ પર વર વધૂ પરસ્પર વરમાળા પહેરાવશે આ દરમિયાન તેમના પર પુષ્પ વર્ષા કરવામાં આવશે