(ARlive: હર્ષદ કામદાર)
દેશભરમાં આમ પ્રજામાં પ્રજા કલ્યાણ કાર્યોના ‘રેવડી’ કલ્ચરના મુદ્દા પર જોર શોરથી ચર્ચાઓ ચાલી રહી છે. રાજકીય ક્ષેત્રે પણ પ્રજાના પ્રશ્નોને વાચા ન આપતા કે પછી પ્રજાના સળગતા પ્રશ્નો તરફ બે-ધ્યાન રહેતા પક્ષોમા કેજરીવાલના ‘આપ’ પક્ષના પ્રજા કલ્યાણકારી ચૂંટણી મુદ્દાઓને લઈને ફફડાટ વ્યાપી ગયો છે. છેલ્લે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ વિપક્ષો 2024 ની અને જે તે રાજ્યની યોજનાર વિધાનસભા ચૂંટણી માટેના મુદ્દા શોધવામાં દિમાગી કસરતો શરૂ કરી દીધી હતી…..પરંતુ કેજરીવાલની પાર્ટી આપ અને ડીએમ કે પક્ષે દેશભરના રાજકીય પક્ષોને પ્રજા કલ્યાણકારી કે પ્રજા હિતના મુદ્દાઓ શોધવામાં ફાફે ચડાવી દીધા છે.. ગુજરાત વિધાનસભાની આવી રહેલી ચૂંટણીઓને લઈને આપ પાર્ટીના વડા કેજરીવાલે દિલ્હી રાજ્યમાં અને ત્યારબાદ પંજાબ રાજ્યમાં પ્રજા હિતના મુદ્દાઓ અમલમાં મૂકીને સફળતાના શિખરો સર કરવા લાગ્યા છે તેમજ પ્રજાનો વિશ્વાસ અંકે કરવા લાગ્યા છે એ જ મુદ્દાઓને ગુજરાત રાજ્યની અવારનવાર મુલાકાતે આવતા દિલ્હી રાજ્યના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલ તે મુદ્દાઓ એક પછી એક પ્રજા વચ્ચે મુકતા ગયા જે મુદ્દાઓ પ્રજાહિતના હોવાનો લોકોને વિશ્વાસ થતા પ્રજામાં આમ પાર્ટીને આવકાર મળવા લાગ્યો અને હાલના સમયમાં રાજ્યના અનેક વિસ્તારોમાં આપ પાર્ટી છવાઈ ગઈ હોય તેવું વાતાવરણ જામી ગયુ છે તે સાથે તેનો વ્યાપ વધવા લાગ્યો છે. બીજી તરફ આપ પાર્ટીના કાર્યકરો નાના- મોટા શહેરો અને ગામડા ખૂંદવા લાગ્યા છે તેમજ આપનું ચિન્હ ઝાડુ ના પ્રચાર જમાવી દેવા સાથે પ્રજા સુધી પહોચવામા સફળતા મળી હોય તેમ દેખાય છે. એક તરફ મોંઘવારીએ આમ પ્રજાનું જીવન જીવવું દોહ્યલું બનાવી દીધું છે, ત્યારે બેરોજગારીએ માજા મુકી છે, તેમાં પણ શિક્ષિત હોશિયાર યુવા ધનને નોકરી મેળવવા ફાંફાં પડી રહ્યા છે. લોકોને કરકસરથી જીવવા મજબુર થવું પડ્યું છે આવા પ્રજાકીય સળગતા પ્રશ્નમાં શિક્ષણ ક્ષેત્રે બેહદ ફી અને વીજ દરોમા વધારો થતાં બળતામા ઘી હોમાયુ છે. જ્યારે કે સત્તાધારી ભાજપ સહિતના લગભગ પક્ષો પ્રજાને નાડ પારખવામાં નિષ્ફળ ગયા હોય તેવી સ્થિતિ બની રહી છે. વિપક્ષમાં કોંગ્રેસ પક્ષ મોંઘવારી,પેટ્રોલ- ડીઝલ- સીએનજી, પીએનજી (ગેસ સિલીન્ડર), ભાવ વધારો, બેરોજગારી, ખેડૂતોના દેવા માફી તેમજ તેઓના વિવિધ પ્રશ્ને રાજ્યભરમાં દેખાવો કરે છે કે વિવિધ કાર્યક્રમો આપી રહ્યો છે છતાં કોંગ્રેસને આપ નડતર રૂપ પથ્થર સાબિત થઈ શકે છે જોકે કોંગ્રેસ પક્ષ દ્વારા ગ્રામ્ય સ્તરે ખાટલા મીટીંગોથી લઈને કાર્યક્રમો યોજવાનું તથા નાના મોટા શહેરી વિસ્તારોમાં વિવિધ પ્રશ્ને તથા મુદ્દાઓ પર લડત આપવાનું શરૂ કરી દીધું છે. જ્યારે કે ભાજપના કેટલાક અપવાદ રૂપ નેતાઓ છોડીને મોટા ભાગના નેતા કાર્યક્રમો કે લોકો વચ્ચે જવાથી દૂર ભાગતા હોય તેવું દેખાઈ આવે છે…..!!
ગુજરાતમાં હાલની પરિસ્થિતિ અનુસાર આમ પ્રજા શાસક પક્ષથી એટલી હદે વાજ આવી ગઈ છે કે ઘડો- લાડવો કરી નાખવાના મૂડમાં છે…. પરંતુ આ તો ચૂંટણીઓ છે ક્યારે કઈ પરિસ્થિતી ઉદભવે અને પ્રજાનો મૂડ ક્યારે બદલાય તે કોઈ કહી શકે નહીં. કેજરીવાલની ખાસિયત એ છે કે તેઓ જાહેર કાર્યક્રમોમા ભાગ લે છે, પ્રજા વચ્ચે જઈને આમ લોકો સાથે જે તે પ્રશ્ને ચર્ચા- સંવાદ કરી તેઓને સાંભળે છે જે આપ પાર્ટી માટે જમા પાછું છે. તો કોંગ્રેસ નેતા ગણ ગ્રામ્ય સ્તરથી લઈને નાના-મોટા શહેરી વિસ્તારોમાં વિવિધ મુદ્દે પ્રજા વચ્ચે રહીને પ્રચાર કરવા લાગ્યા છે જેમાં ખાસ તો રોજગારી મુદ્દે આકરા પાણીએ છે, મોંઘવારી મુદ્દાને મહત્વ આપે છે, ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ દૂર કરી સીધી ભરતી કરવી, ગુણવત્તા સભર શિક્ષણ સહિતના પ્રશ્નો ઉઠાવીને પ્રજામાં ઉર્જા- ઉમંગનુ વાતાવરણ પેદા કરેલ છે. જ્યારે કે કોંગ્રેસે અશોક ગેહલોતને ગુજરાત રાજ્યની ચૂંટણી કમાન સોપ્યા પછી કોંગ્રેસમાં નવી ઊર્જા ફરી વળી છે જેને કારણે જુના- નવા કાર્યકરો ઉપરાંત છુપાયેલા કાર્યકરો બહાર આવવા લાગ્યા છે. તેમજ કોંગ્રેસે માત્ર 125 બેઠકનો લક્ષ્યાંક બનાવી ચૂંટણી જીતવાનો ટાર્ગેટ બનાવ્યો છે જેથી બાકી બેઠકો માટે શક્તિ વેડફાય નહીં. જોકે આપમાં એવું નથી તેની અનેક બેઠકો એવી છે કે હું તો ડૂબીશ પણ સાથે સાથે…..! મતલબ અનેક બેઠક પર ભાજપની ‘બી’ ટીમ બની રહેવાની સંભાવના છે….!(ગાંધીનગર મનપાની ચૂંટણીની જેમ) આ બધી બાબતો વચ્ચે ભાજપમાં ટિકિટ મળશે કે નહીં મળે.. મળશે તો કોને મળશે..? ઉપરાંત નવા જૂના નેતાઓ કેવા રંગ કરશે….?! જોકે સી આર પાટીલ જેવા મજબૂત સર્વે સત્તા ધરાવતા પ્રદેશ પ્રમુખ છે અને તેઓ દરેકની નાડ સારી રીતે જાણે છે એટલે ઊંચા નીચા થનાર દશ વખત વિચાર કરશે….! બાકી ભાજપનો છેલ્લો મુદ્દો જગ જાહેર છે…. પ્રજા મનમાં આજે પણ પાકિસ્તાન પ્રત્યે ઝેર ઘરબાયેલું છે…..! વંદે માતરમ્