(એ.આર.એલ), નવી દિલ્હી, તા.30
ભારતીય જનતા પાર્ટીના દિલ્હી યુનિટે શનિવારે આમ આદમી પાર્ટી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું. આ વિરોધ પ્રદર્શન દ્વારા દિલ્હી ભાજપે કેજરીવાલ સરકાર પાસે ડીઝલ અને પેટ્રોલ પર વેટ ઘટાડવાની માંગ કરી જેથી રાજધાનીના લોકોને રાહત મળી શકે.
ભાજપે આરોપ લગાવ્યો કે દિલ્હી સરકાર પેટ્રોલ અને ડીઝલ પર વેટ નથી ઘટાડી રહી, તેથી શહેરના લોકો ઈંધણ ખરીદવા માટે વધુ પૈસા ખર્ચી રહ્યા છે. વિરોધ વડા પ્રધાનના નિવેદન પછી થયો છે, જેમાં તેમણે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો માટે વિરોધ પક્ષો દ્વારા સંચાલિત રાજ્ય સરકારોને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું કે આ સરકારોએ પણ રાષ્ટ્રના હિતમાં વેટ ઘટાડવો જોઈએ જેથી કરીને સામાન્ય લોકોને તેનો લાભ મળે.